ચીખલી તાલુકાના ઘેજ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાયું.

ખેરગામ : ૦૯/૦૪/૨૦૨૩

ચીખલી તાલુકાના ઘેજ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાયું.

ચીખલી તાલુકાના ઘેજ ગામે ૧.૦૨ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઇ હતી. સાથે ઘેજ અને ચરીમાં બે આંગણવાડીઓનાં મકાનનુંપણ લોકાર્પણ કરી કુપોષિત બાળકોને કિટ પણ આપવામાં આવી હતી.આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ઘેજ ગામે આજે પીએચસીના અદ્યતન મકાનનું નિર્માણ થયું છે. ત્યારે પીએચસીના તાબામાં આવતા ગામોની ૨૫૦૦૦થી વધુ વસતિને લાભ થશે. હાલ પીએચસીમાં એમબીબીએસ તબીબ છે. પરંતુ આવનારા દિવસોમાં ગાયનેક, સર્જન સહિતના તમામ તબીબોની નિમણુંક કરી ગામડાના વ્યક્તિએ સારવાર માટે તાલુકા મથકે ન જવું પડે તે પ્રકારની હોસ્પિટલ તૈયાર કરવાનું આયોજન છે. તેમણે વડાપ્રધાનની આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓને બિરદાવી હતી. તેમણે ઘેજ ગામના વાળંદ ફળિયા સ્થિત ચરી ગામના મકાનોનું પણ લોકાર્પણ કરી, કુપોષિત બાળકોને પોષણક્ષમ આંતર કીટ પણ આપવામાં આવી હતી.

          આ શુભ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમખ ભીખુભાઇ આહીર પૂર્વ પ્રમુખ ડો.અમિતાબેન, બાંધકામ અધ્યક્ષ દીપાબેન, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ, ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવ બારોટ, એપીએમસી ચેરમેન કિશોરભાઇ, સરપંચ રાકેશભાઇ, ભાજપ પ્રમુખ મયંકભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં સીડીએમઓ ડો.રંગુનવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. બાદમાં આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો. હર્ષદભાઇ પટેલે સરકારની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓની જાણકારી આપી હતી. તેમની નોકરીની શરૂઆતમાં ઘેજ પીએચસીમાં બજાવેલ ફરજને યાદ કરી હતી. આભારવિધિ ડો. અલ્પેશભાઇ પટેલે સંચાલન સંચાલન પ્રજ્ઞેશભાઇ પરમારે કર્યું હતું.

Post a Comment

أحدث أقدم