ધરમપુર ખાતે 'આદિવાસી એકતા જન જાગૃતિ રથ'નું પ્રસ્થાન.
તારીખ ૧૦-૧૧-૨૦૨૩નાં દિને ધરમપુરમાં સવારે 10:30 કલાકે બિરાસા બ્રિગેડગ્રૂપ ધરમપુર, આવધા, રાજપુરી, ગોરખડા અને ધરમપુર આદિવાસી યુવા ગ્રૂપ દ્વારા આયોજિત ” બિરસા મુંડા જન્મ જયંતિના નિમિત્તે” ,’આદિવાસી એકતા જન જાગૃતિ રથ'નું, પ્રસ્થાન બીરસા મુંડા ચોક આસુરા, ધરમપુરથી જન નાયક, ધરતી આબા ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાને હાર પહેરાવી આદિવાસી એકતા જન જાગૃતિ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
Social media દ્વારા મળેલી જાણકારી મુજબ આ રથ સતત છ દિવસ સુધી ધરમપુર તાલુકા પૂર્વ વિસ્તારના તમામ ગામોના મુખ્ય મથકો પર જશે અને રથ મુખ્ય મથક પર જઈ આદિવાસીઓને, આદિવાસી સમાજમાં બિરસા મુંડા કોણ હતા ? આદિવાસી સંસ્કૃતિ શું ? આદિવાસીઓમાં અંધશ્રદ્ધા, શિક્ષણ, આરોગ્ય અને ધંધા રોજગાર અને નોકરીમાં કેમ પાછળ , વ્યશન મુક્તિ, જળ,જંગલ , જમીનનું રક્ષણ કરવુ જોઈએ, ભારતના બંધારણમાં આવેલ હક્કો-અધિકારો વિશે જન જાગૃતિની માહિતી આપવામાં આવશે. તેમજ બિરસા મુંડાએ આદિવાસી લોકોને આપેલ સંદેશો, આપવામાં આવશે. જેમકે વ્યસન મુકિત, અંધશ્રદ્ધા નિવારણ, સંપ અને એકતા, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, પ્રકૃતિપૂજની જાળવણી, ઝઘડાનું સ્થાનીક કક્ષાએ નિરાકરણ, લાવવુ.
આ રથના પ્રસ્થાન પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ 15 નવેમ્બર 2023 ને બુધવારના દિને સાંજે 7:00 કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક જાગૃતિની મહાસભામાં આ રથનું સમાપન થશે.
Post a Comment