ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.

   


આજ રોજ તારીખ 04.07.2023 ને મંગળવાર  રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા તા. ખેરગામમાં ગૌરીવ્રત નિમિત્તે ધોરણ 6 થી 8 માં વિવિધ સ્પર્ધાઓનું  આયોજન કરવામાં આવ્યુ. જેમાં આરતી શણગાર, મહેંદી સ્પર્ધા તેમજ કેશગુંફન જેવી વિવિધ સ્પર્ધા રાખવામા આવી. 

                સૌપ્રથમ આરતી શણગારની સ્પર્ધા કરવામાં આવી. જેમાં આરતી શણગારની તમામ અવનવી સામગ્રી બાળકો ઘરેથી લઈ આવ્યા હતા. ભાગ લેનાર બાળકો ખૂબ જ તૈયારી સાથે આવેલ હતા. તમામ બાળકોએ પોતાની સૂઝબૂઝથી ખૂબ જ કલાત્મક થાળીઓ શણગારી. ત્યાર બાદ બાળાઓ માટે કેશગુંફનની હરીફાઈ રાખવામા આવી. જેમાં દરેક બાળાએ વાળ સજાવટ માટે વિવિધ પ્રકારની પીનો, ફૂલોનો ઉપયોગ કરી સરસ મજાનું કેશગુંફન કર્યું. 

                 અંતમાં બાળાઓ માટે મહેંદી હરીફાઈ રાખવામા આવી. જેમાં સ્પર્ધકે પોતાના સહપાઠીના હાથમાં ખૂબ જ સુશોભિત મહેંદી કરી હતી. બાળાઓએ ખૂબ જ ચીવટ અને ચોકસાઈપૂર્વક મહેંદી દોરી સૌને મોહી લઈ સ્પર્ધા પૂરી કરી. જેમાં અંતમાં વિજેતા ક્રમ પણ આપવામાં આવ્યો.




મહેંદી સ્પર્ધા 



કેશ ગુફન સ્પર્ધા



આરતી શણગાર સ્પર્ધા







Post a Comment

Previous Post Next Post